અમરેલીથી સુરત તરફ જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સ બસને ચીતલના જશવંતગઢ પાસે ગમખ્વાર અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં નંદકિશોર નામની ટ્રાવેલ્સ બસ પલટી ખાઈ ગઈ હતી. જેના પરિણામે બસમાં સવાર 26 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. અમરેલી અને ચીતલ વચ્ચે આવેલા જશવંતગઢ નજીક અચાનક ડ્રાઇવરે કાબૂ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી.
ચીતલના જશવંતગઢ પાસે બસે મારી પલટી
અકસ્માત થતા જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘટનાની જાણ થતા જ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા બસના કુલ 26 મુસાફરોને સારવાર અર્થે ચીતલ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.













