અમરેલી જિલ્લા પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે એક મોટી સફળતા મેળવી છે. લાઠી તાલુકાના ભુરખિયા ગામમાંથી પોલીસે એક રહેણાંક મકાન પર દરોડો પાડીને માદક પદાર્થ (કાલા) નો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ 59 કિલો અને 800 ગ્રામ સૂકા પોષ ડોડા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ભુરખીયા ગામે એક રહેણાક મકાન માથી કાલાનો જથ્થો ઝડપાયો.













