અમરેલી જિલ્લામાં બગસરા તાલુકાના સાપર ગામમાં આરોપીની દીકરી પોતાનો સગો ભાણેજ પ્રેમસબંધમાં ભગાડી જતા ભાણેજની માતા આરોપી ભાઈની સગી બહેનની છરીના ઘા મારી હત્યા નિપજાવી દેતા ચકચાર મચી પોલીસે આરોપીની ધરપકડ કરી દબોચી લીધો છે.
સગા ભાઈએ બહેનની કરી હત્યા
અમરેલી જિલ્લામાં આવેલ બગસરા તાલુકાના સાપર ગામમાં 1 દિવસ પહેલા હત્યાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે બગસરના સાપર ગામમાં રહેતા ગીતાબેનને છરીના ઘા મારી હત્યા કરી દેતા ચકચાર મચી હતી, આ ઘટનાની જાણ થતાં બગસરા પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ,એ.એસ.પી.જયવીર ગઢવી સહિત પોલીસ કાફલો દોડી પહોંચ્યો હતો અને આરોપી સામે બગસરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો જેમાં ફરીયાદીએ ફરિયાદ આપતા બહેનની હત્યા સગા ભાઈના હાથે જ કરવામાં આવી છે.
મૃતકના સાસુને પણ છરીના ઘા વાગ્યા છે
આ ઘટનામાં મૃતક ગીતાબેનનો દીકરો હાર્દિક આરોપીની દીકરી ખુશી વચ્ચે પ્રેમ સંબંધ હોવાથી મૃતકનો દીકરો ભગાડી જતા આરોપી નરેશ ખીમાભાઈ ચૌહાણને સારું નહિ લાગતા સાપર ગામમાં અરવિંદ બચુભાઇ રાઠોડના રહેણાંક મકાનમા આવ્યો અને ઉગ્ર બોલાચાલી કરી દીવાલ કૂદી હથિયાર ધારણ કરી અરવિંદભાઈના પત્ની ગીતાબેનના આડેધડ છરીના ઘા મારી હત્યા નિપજાવી અહીં મૃતકના સાસુ વચ્ચે આવતા તેમને પણ છરીના ઘા મારી હુમલો કરતા વધુ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
બગસરા પોલીસે આરોપીની કરી પૂછપરછ
આ ઘટના બની ત્યારે ફરીયાદીના મિત્ર કાળુભાઇ મકવાણા તેમના ઘરે આવ્યા હતા આ દરમ્યાન આ મારામારી બની હતી મૃતકને છરીના ઘા મારતા હતા તે આખી ઘટના નજરે જોનાર વ્યક્તિએ રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતું તેમને ધમકાવતા ભાગવાની ફરજ પડી હતી. બગસરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો છે પોલીસ તપાસમાં આરોપીએ પોતાની સગી બહેનને છરીના ક્રૂરતા ભર્યા ઘા મારી હત્યા કરી દીધી હતી ભાઈના હાથે જ બહેનની હત્યા કરી દીધાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે હાલ બગસરા પોલીસએ આરોપીની ધરપકડ કરી પૂછ પરછ હાથ ધરી છે. રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. હાલ તો ભાઈએ બહેનની હત્યા કરી જેલના સળિયા પાછળ જશે અને જેલવાસ ભોગવશે.













