અમરેલીમાં ભાઈએ બહેનની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. બગસરાના સાપર ગામમાં ભાઈના હાથે સગી બહેનની હત્યા થતા ચકચાર મચી ગઈ છે. 50વર્ષીય મહિલાની તેમના ઘરમાં છરીના ઘા મારી હત્યા કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ પ્રેમ સંબધ હોવાનું બહાર આવ્યું છે. આ મામલે પોલીસને જાણ થતા પોલીસ દોડી આવી હતી. મહિલાના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આરોપીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.


અમરેલીમાં ભાઈએ બહેનની હત્યા કરી 

આ ઘટનામાં હત્યાનું કારણ મામની મહિલાનો દીકરો ભગાડી જતા માતાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ ચકચારી હત્યાના બનાવના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસને પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે મૃતક મહિલાના સગા ભાઈ નરેશ ચૌહાણે આ હત્યાને અંજામ આપ્યો છે. મૃતક ગીતાબેનના દીકરાએ નરેશ ચૌહાણની દીકરી વચ્ચેના પ્રેમ સંબંધમાં હાત્યા કરવામાં આવી છે.

 સગી બહેનની છરી વડે હત્યા કરી નાખી

આ બંને ઘરેથી નિકળી જતા આરોપીએ મનદુઃખમાં પોતાની સગી બહેનની છરી વડે હત્યા કરી નાખી છે. આ ઘટના મામલે બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. ASP જયવીર ગઢવી સહીત લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમો પહોંચી છે. પોલીસે આરોપીને ઝડપી લેવા અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી છે.


  • Follow us on: