અમરેલી જિલ્લાના રાજુલા નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં છેલ્લા ચાર દિવસથી ગુમ થયેલા એક યુવકનો મૃતદેહ દાતરડી ગામ નજીક આવેલા એક કૂવામાંથી મળી આવ્યો છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. રાજુલાના વિસળિયા ગામનો રહેવાસી ઉકાભાઈ રાણાભાઈ શિયાળ નામના યુવક ચાર દિવસ પહેલા ઘરેથી ગુમ થયો હતો.


દાતરડી ગામ નજીક કૂવામાંથી મળ્યો યુવકનો મૃતદેહ

પરિવારજનોએ તેની શોધખોળ કર્યા બાદ આ મામલે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. આજે સવારે દાતરડી ગામ નજીક આવેલા એક કૂવામાંથી એક મૃતદેહ મળી આવ્યાની જાણ ડુંગર પોલીસને કરવામાં આવતા પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે તપાસ કરતા મૃતદેહ ગુમ થયેલા ઉકાભાઈ શિયાળનો જ હોવાનું બહાર આવ્યું હતું.

સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી

પોલીસે મૃતદેહને કૂવામાંથી બહાર કાઢીને તેના મોતનું રહસ્ય જાણવા માટે તેને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આપ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને યુવકનું મોત કયા સંજોગોમાં થયું તે જાણવા માટે પ્રયાસો કરી રહી છે.


  • Follow us on: