અમરેલી જિલ્લાના લીલીયા રેન્જમાં બે દિવસ પહેલાં એક પાંચ વર્ષની સિંહણના શંકાસ્પદ મૃતદેહ મળી આવવાના મામલે વન વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ પ્રાથમિક તપાસમાં સિંહણનું મોત તાર ફેન્સિંગમાં મુકેલા વીજ કરંટથી થયું હોવાનું સામે આવ્યું છે. જેના પગલે વન વિભાગ સિંહણને મોતને ઘાટ ઉતારનાર આરોપીને શોધવા માટે સઘન કવાયત હાથ ધરી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગે યુદ્ધના ધોરણે તપાસ શરૂ કરી છે.


વન વિભાગે ચાર ગામમાં સ્નેકિંગ પ્રક્રિયા હાથ ધરી

સિંહણના મોતની તપાસ માટે જુદી જુદી 9 ટીમો બનાવવામાં આવી છે. જેમાં 40 જેટલા વન કર્મચારીઓ જોડાયા છે. આ તમામ કર્મચારીઓને લીલીયા રેન્જમાં તપાસ પ્રક્રિયા માટે તૈનાત કરવામાં આવ્યા છે. આ મામલે વન વિભાગે લીલીયાના મોટા કણકોટ ગામની સીમમાં જ્યાં સિંહણનો મૃતદેહ મળ્યો હતો તેની આસપાસના ચાર ગામોમાં સ્કેનિંગ પ્રક્રિયા હાથ ધરી છે.

સિંહણને મોતને ઘાટ ઉતારનારને શોધવા કવાયત

આ સ્કેનિંગ પ્રક્રિયામાં કરંટ લગાવીને સિંહણનો શિકાર કરનાર કે કરંટ મૂકનાર વ્યક્તિને શોધવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. વન વિભાગ સખત પગલાં લેવા માટે મક્કમ છે. કારણ કે સિંહના સંરક્ષણ માટે વીજ કરંટથી શિકાર એક ગંભીર ગુનો બને છે. હાલમાં પોલીસ અને વન વિભાગના અધિકારીઓ આ મામલે સઘન પૂછપરછ અને તપાસ ચલાવી રહ્યા છે.


  • Follow us on: