અમરેલીના મોટા ગોખરવાળા ગામે 35 વર્ષીય પરપ્રાંતીય યુવક શેત્રુંજી નદીમાં ડૂબ્યો છે. સવારે 11 કલાકે નદીમાં ચાર યુવકો ન્હાવા ગયા હતા. 35 વર્ષીય યુવક મુકેશ કટારા શેત્રુંજી નદીના પાણીમાં ગરકાઉ થયો છે. 4 યુવકો ડૂબવાની ઘટનાની જાણ થતા અમરેલી ફાયર વિભાગ અને તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.


35 વર્ષીય યુવક નદીમાં ડૂબ્યો

અમરેલી ફાયર વિભાગ દ્વારા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. તાલુકા પોલીસ ટીમ દ્વારા મૃતદેહને ખાનગી વાહન મારફત પીએમ અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. હત્યાની આશંકાએ સાથે રહેલા ત્રણ યુવાનોને પણ પૂછપરછ અર્થે પોલીસ સ્ટેશન લઈ જવાયા છે. મૃતક મુકેશ સહિત ચારેય યુવકો નશો કરવાના આદત વાળા હતા.

પોલીસે પૂછપરછ હાથ ધરી છે

મોટા ગોખરવાળા ગામે યુવક પાણીમાં ડૂબ્યો હોવાની ઘટના સામે આવી હતી. 35 વર્ષીય યુવક મુકેશ કટારા શેત્રુંજી નદીના પાણીમાં ગરકાઉ થયો છે. આ મામલે પોલીસે સાથે રહેલા 3 લોકોની પૂછપરછ હાથ ધરી છે. પોલીસને શંકા છે કે યુવકની હત્યા કરવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: