અમરેલીના જશવંતગઢ ગામે રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. રખડતા શ્વાને નાના બાળક પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જશવંતગઢથી રાંઢીયા રોડ પર ફેક્ટરી પાસે આંગણામાં રમતા બાળક પર શ્વાન હુમલો કરી મોઢામાં ઉપાડી ગયો હોવાની ઘટના સામે આવી છે. પિતાનું ધ્યાન પડતા શ્વાન પાછળ દોડીને બાળકને છોડાવ્યું હતું. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.


જશવંતગઢ ગામે રખડતા શ્વાનનો આતંક 

અમરેલી જશવંતગઢ ગામે રખડતા શ્વાનનો આતંક જોવામાં મળતા લોકોમાં ભય ફેલાયો છે. જશવંતગઢથી રાંઢીયા રોડ ઉપર આવેલી બાયોકોલ ફેક્ટરી પાસે નાન બાળક પર શ્વાને હુમલો કર્યાની ઘટના સામે આવી છે. રખડતા શ્વાને આશરે દોઢ થી બે વર્ષના બાળક ઉપર હુમલો કર્યો હતો. બાળક આંગણામાં રમતું હતું તે સમયે બાંકડા ઉપર બેઠેલું એક શ્વાને અચાનક આવી બાળક ઉપર હુમલો કર્યો હતો.

શ્વાને બાળક ઉપર હુમલોક કર્યો

બાળક ઉપર હુમલો કર્યા બાદ શ્વાને બાળકને મોઢામાં ઉપાડી ભાગ્યું હતું. બાળક જોરથી રડવાનો અવાજ સાંભળી બાળકના પિતા પાછળ દોડતા શ્વાન બાળકને મૂકી ભાગી ગયું હતું. આ અગાઉ પણ જશવંતગઢ ગામે ત્રણ ચાર શ્વાનના હુમલાના બનાવો બની ગયા છે. રખડતા શ્વાનનો આતંક જોવા મળતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. લોકોને નાના બાળકોને મુકવા ભારે પડી રહ્યા છે.

  • Follow us on: