અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં ભાજપ સંગઠનમાં મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. ગુજરાત પ્રદેશ ભાજપની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા ભાજપ દ્વારા આજે બગસરા શહેર ભાજપના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. જોકે નવા નિમાયેલા શહેર ઉપપ્રમુખ નીરવ ગોંડલિયા અને મંત્રી મહેશ માંડલિયાએ નામ જાહેર થતાંની સાથે જ સંગઠનમાંથી પોતાના રાજીનામા ધરી દેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા.
રાજીનામા અંગે કોઈ સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી













