અમરેલીમાં આજે ભારે વરસાદને કારણે જનજીવનને અસર પહોંચી છે. ભારે વરસાદને કાંઠે નદી કાંઠાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. સમગ્ર જિલ્લામાં વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ત્યારે ભારે વરસાદને કારણે તંત્ર એલર્ટ થઈ ગયું છે. મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટર સાથે વાત કરી છે. વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા પણ એક્શનમાં આવ્યા છે. તેઓ ડિઝાસ્ટર ઓફિસમાં પહોંચીને જિલ્લાની માહિતી મેળવી રહ્યાં છે. લોકોને બીનજરૂરી બહાર નહીં નીકળવા માટે અપીલ કરવામાં આવી છે. અધિકારીઓ વરસાદની સ્થિતિને લઈને સતત મોનિટરિંગ કરી રહ્યાં છે.


રસ્તા બંધ થતાં વાહનચાલકો અટવાઈ ગયાં

અમરેલીમાં ભારે વરસાદને કારણે લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યાં છએ. લીલીયા રોડ પર રામપાર્ક સોસાયટીમાં પાણી ઘૂસી જતાં લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ઘરમાં પાણી ઘૂસી જતાં ઘરવખરી સહિતનો સામાન પલળી ગયો છે. શહેરના અંડરબ્રિજમા પાણી ભરાઈ ગયાં છે. હનુમાનપરાનો અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છએ. રસ્તા બંધ થતાં વાહનચાલકો અટવાઈ ગયાં છે. અમરેલીમાં સતત વરસાદથી સાવરકુંડલા મહુવા સ્ટેટ હાઈવે બંધ થઈ ગયો છે.

ધાતરવાડી નદીમાં ફસાયેલા પાંચ લોકોનું રેસ્ક્યૂ

આ ઉપરાંત ગોરડકા નજીક કોઝવે પર પાણી ફરી વળતાં પાણીના પ્રવાહમાં ટ્રક ફસાઈ ગઈ હતી. ટ્રકને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ ઉપરાંત સાવરકુંડલામાં પણ ફીફાદ અને લુવારા ગામ વચ્ચે મેરામણ-શેત્રુંજી નદીના પાણીના પ્રવાહમાં સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી. મામલતદાર અને ફાયરની ટીમ દ્વારા તમામનું રેસ્ક્યુ કર્યું હતું. રાજુલામાં પીપાવાવ ધામ નજીક 22 શ્રમિકો ફસાઈ ગયા હતાં. કોસ્ટગાર્ડ દ્વારા તમામનું રેસ્ક્યૂ કરાયું હતું. રાજુલામાં નાના રીંગણીયાણા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. ગામમાં અવર જવર કરવાનો માર્ગ બંધ થઈ ગયો હતો. ભારે વરસાદથી ચારે બાજુ પાણી ભરાઈ ગયા હતાં. રાજુલામાં ધાતરવાડી નદીમાં ફસાયેલા પાંચ લોકોનું પોલીસ અને નગરપાલિકાની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.


  • Follow us on: