સાવરકુંડલા તાલુકાનું કરજાળા ગામ આ ગામના મોટાભાગના ખેડૂતો બાગાયતી ખેતી ઉપર પોતાનું ગુજરાન ચલાવે છે. ખેડૂતોને પહેલા ડુંગળીઓએ રોવડાવ્યા અને હવે કેળાના પાકથી રોવાનો વારો આવ્યો છે. એક રૂપિયા એક કિલોમાં કેળાનું વેચાણ થઈ રહ્યું છે અને વેપારીઓ 70 રૂપિયાના ડઝન કેળા વેચી રહ્યા છે. આ બંને વચ્ચે ખૂબ જ મોટો તફાવત છે, ખાતર, બિયારણ, દવા અને મહેનતનો ખૂબ જ મોટો ખર્ચો લાગે છે. આ ભેદ અને તફાવત માટે સરકાર કંઈક વિચારે તેવી કેળાનો પાક પકવતા ખેડૂતોની માગણી સામે આવી છે.


 કેળાના પાકથી રોવાનો વારો આવ્યો

સામાન્ય રીતે કેળાના પાકમાં દર વર્ષે સારો અથવા તો મધ્યમ ભાવ મળી રહેતો હતો. પરંતુ આ વર્ષે કેળાનો ભાવ એકદમ બેસી ગયો છે. કેળ ઉપરથી કેળાની લૂમો ઉતારવાની વાહનમાં મુકવાની અને અમરેલી ખાતે ફ્રુટ માર્કેટમાં હરાજીમાં લઈ જવાની. આ ઉપરાંત દવા અને મજૂરીનો ખર્ચ, ખાતરનો ખર્ચ, પાણી પાવાનું હોય એટલે વીજળીનો ખર્ચ આ બધો જ ખર્ચ ખેડૂતોને હવે માથે પડી રહ્યો હોવાથી રોવાનો વારો આવ્યો છે.

આ વર્ષે કેળાનો ભાવ ઓછો

અમરેલીમાં છેલ્લા 50 વર્ષથી કેળાનો વેપાર કરતાં એક વેપારીની સંદેશ ન્યૂઝની ટીમે મુલાકાત લઇ ભાવ બાબતે જાણવાનો પ્રયાસ કર્યો હતો. તો કેળાની આયાત અમરેલી જિલ્લામાં બહારથી થઈ રહી હોય સ્થાનિક ખેડૂતો જે માર્કેટમાં કેળા લઈને આવે છે તેને ખૂબ જ ડાઉન ભાવ મળે છે . અમરેલી જિલ્લાના ખેડૂતોને ડુંગળી પછી કેળાના પાકે રોવડાવ્યા ત્યારે હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં કેળાનું પાક પકવતા ખેડૂતો કેળાની ખેતી કરશે કે કેમ.


  • Follow us on: