આણંદના ટાઉનહોલ પાસે અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી હતી. આ અકસ્માતમાં સાયકલ સવાર અચાનક ડમ્પરની નીચે આવી જતાં અકસ્માત સર્જાયો હતો. સાયકલ અચાનક સ્લીપ ખાઈ ડમ્પરની નીચે ઘૂસી ગઈ હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.


સાયકલ ચાલક અચાનક સ્લીપ ખાઈ જતાં ડમ્પરની નીચે ઘૂસી ગયો હતો

આણંદના ટાઉનહોલ પાસે અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. સાયકલ સવાર આકસ્મિક રીતે ડમ્પરની નીચે આવી ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં ડમ્પર ચાલકનો કોઈ વાંક નહીં હોવાનું સામે આવ્યું હતું. રોડ પર જઈ રહેલા એક્ટિવા ચાલકે ડમ્પરને ઉભુ રખાવી સાયકલ ચાલકને ડમ્પરના આગળના ટાયરમાંથી બહાર નીકાળ્યો હતો. આ અકસ્માતમાં સાયકલ ચાલકનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતમાં જાનહાની ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અકસ્માતની ઘટનાના CCTV આવ્યા સામે

આવી જ રીતે આજે પાટણમાં સિદ્ધપુરના મુડાણા ગામ નજીક અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી હતી. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. રિક્ષા અને સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં સાયકલ ચાલક રોડ ક્રોસ કરવા જતા અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર ત્રણથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.



  • Follow us on: