આણંદ જિલ્લામાં એક દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં વીજપોલ પર કામ કરી રહેલા વાયરમેનને ગંભીર વીજ કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા તે વાયરમેન વીજપોલ પર જ ચોંટી ગયો હતો. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. આણંદમાં આ દુર્ઘટના બની હતી. જ્યાં એક વાયરમેન વીજ કંપનીના કામ માટે વીજપોલ પર ચઢ્યો હતો. કામ કરતી વખતે અચાનક તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેના કારણે તે વીજપોલ પર જ ચોંટી ગયો હતો. આ દ્રશ્ય જોઈને સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ માટે બૂમાબૂમ કરી હતી.


વાયરમેનની હાલત ગંભીર હોવાથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

તેમજ સ્થાનિકો દ્વારા વીજ કંપનીના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી. સ્થાનિકોની મદદ અને વીજ કંપનીની ટીમના પ્રયત્નો બાદ વાયરમેનને નીચે ઉતારવામાં આવ્યો હતો. તેની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની સારવાર ચાલી રહી છે. પરંતુ તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.

વીજ કંપનીના કર્મચારીઓની સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા ગંભીર સવાલ

આ દુર્ઘટનાએ વીજ કંપનીના કર્મચારીઓની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા હતા. આ પ્રકારની દુર્ઘટનાઓ દર્શાવે છે કે કર્મચારીઓને કામ કરતી વખતે પૂરતી સુરક્ષા આપવામાં આવતી નથી. આ મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે ચાક્કસ પગલાં ભરવામાં આવે તેની જરૂર છે.


  • Follow us on: