આણંદમાં બેફામ ડમ્પરચાલકે ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. ડમ્પર ચાલકે સાયકલ સવાર વિદ્યાર્થીને અડફેટે લેતા લોકો રોષે ભરાયા હતા અને લોકોએ ડમ્પરચાલકને મેથીપાક ચખાડ્યો હતો. આણંદના ટાઉનહોલ પાસે અકસ્માત સર્જાય હતો. પોલીસે ડમ્પરચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


ગંભીર ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને હોસ્પિટલમાં ખસેડાયો

આણંદમાં બેફામ ટેન્કર ચાલકે અકસ્માત સર્જ્યાની વધુ એક ઘટના સામે આવી છે. આણંદમાં ટાઉનહોલ પાસે સાયકલ સવાર વિધાર્થીને ડમ્પરે કચડ્યો હતો. શાળાએથી ઘરે જતા 11 વર્ષના વિદ્યાર્થીને ડમ્પરે કચડ્યો હતો આ અકસ્માતમાં વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યો હતો. અક્સ્માતની ઘટનાને લઈને લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને આ ડમ્પર ચાલકને સ્થાનિકોએ મેથી પાક ચખાડ્યો. ઘટનાની જાણ પોલીસને થતાં તે ઘટના સ્થળે પહોંચી હતી અને ડમ્પર ચાલકને લોકોના ચંગુલમાંથી છોડાવ્યો હતો. ડમ્પર ચાલકની પોલીસે અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માત સર્જ્યાની વધુ એક ઘટના

આ અગાઉ પણ મોડાસા શહેરમાં સ્વગર વિલેજ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ડીસા-બોડેલી ST બસની ટક્કરે બે મહિલાઓ ગંભીર રીતે ઘાયલ કરી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ હતી જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.


  • Follow us on: