આણંદમાં મહાનગર પાલિકા દ્વારા નોનવેજનું વેચાણ કરતાં વેપારીઓ સામે તવાઈ બોલાવાઈ છે. ગુજરાતી ચોક વિસ્તારમાં સ્વચ્છતાનો અભાવ અને ગંદકી જોવા મળતાં આઠ દુકાનો સીલ કરી દીધી છે. વેપારીઓ ખુલ્લામાં નોનવેજ ખાદ્ય પદાર્થો વેચતા હતાં. લોકોના આરોગ્યને આ ખોરાક જોખમી હોવાથી મહાનગર પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.


મનપાએ ગુજરાતી ચોક વિસ્તારમાં કરી કાર્યવાહી

આણંદ કરમસદ મહાનગર પાલિકા દ્વારા આઠ જેટલી નોનવેજનું વેચાણ કરતી દુકાનો તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવી છે. મનપાની ટીમ દ્વારા નોનવેજની દુકાનોમાં ઓચિંતી તપાસ હાથ ધરાઈ હતી. મનપાએ ગુજરાતી ચોક વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરી હતી. તપાસમાં નાગરિકોના જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી. સ્વચ્છતાનો સદંતર અભાવ અને ગંદકી જોવા મળી હતી.

આણંદમાં નોનવેજનું વેચાણ કરતી 8 દુકાન સીલ

મનપાની ટીમને ખુલ્લામાં ખાદ્ય પદાર્થો બનાવવા અને વેચવા જેવી બાબતો જોવા મળી હતી. લોકોના આરોગ્યને જોખમીરૂપ હોય તાત્કાલિક અસરથી 8 દુકાનો સીલ કરાઈ હતી. જેમાં આ હોટલોમાં બોમ્બે એ-વન ભઠીયારા,અલનૂર બિરયાની સેન્ટર,બોમ્બે રેસ્ટોરન્ટ, ન્યુ બોમ્બે બિરયાની, બિસ્મિલ્લાહ તવા ફ્રાય, ઇન્ડિયા ફ્રાય સેન્ટર, નૂર કોર્નર અને લજ્જત કેટરર્સ સીલ કરાઈ હતી.


  • Follow us on: