આણંદના ચિખોદરામાં ત્રણ લોકો પર હુમલો થયો છે, અગાઉની અદાવતમાં મહિલા સહિત ત્રણ લોકો પર હુમલો થયો હોવાની વાત સામે આવી છે, મહિલા પર ચપ્પુથી હુમલો કરતા ગંભીર ઇજાઓ પહોંચી છે, રિક્ષા ચાલક સાગર મેકવાને હુમલો કર્યો છે, અને પોલીસે સમગ્ર કેસની તપાસ કરી ફરિયાદ નોંધી છે.


એક તરફી પ્રેમમાં પાગલ યુવકનો મહિલા પર હુમલો

એક તરફી પ્રેમમાં પાગલ યુવકે મહિલા પર હુમલો કર્યો છે અને અગાઉ એસિડ એટેકની પણ યુવકે ધમકી આપી હોવાનો આક્ષેપ ઈજાગ્રસ્તોએ કર્યો છે, હુમલાની ઘટનાના CCTV કેમેરામાં કેદ થઈ છે, મોડી રાત્રે ઘરે આવીને હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે, તો રિક્ષા ભાડે કરવાનું બંધ કરી દેવાની બાબતે પણ હુમલો થયો છે, પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, મહિલા પરણિત છે અને યુવક તેની સાથે લગ્ન કરવા માગતો હતો અને તેને લઈ વિવાદ ચાલતો હતો.

આણંદના ચિખોદરા ગામમાં મહિલા સહિત ત્રણ પર ઘાતક હુમલો

મહિલા મોપેડ લઈને ઘરે જઈ રહી હતી તે દરમિયાન આરોપીએ તેની પાછળ રીક્ષા ચલાવીને તેના ઘર સુધી પહોંચ્યો હતો અને છરીથી હુમલો કર્યો હતો જેમાં મહિલાને મોઢાના ભાગે અને હાથના ભાગે ઈજા પહોંચી છે, તો મહિલાના પરિજનો છોડાવા જતા તેમની પર પણ હુમલો કરવામાં આવ્યો છે, પોલીસની પકડમાં આરોપી હજી આવ્યો નથી, ત્યારે મહિલાનું કહેવું છે કે, આ શખ્સે તેને અગાઉ પણ પ્રેમ સંબધ રાખવા માટે બળજબરી કરી હતી.

 

  • Follow us on: