આણંદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ (SIR)નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે આગામી 4 ડિસેમ્બર સુધી આણંદ જિલ્લામાં કુલ 1,772 બુથ લેવલ ઓફિસર દ્વારા ડોર ટુ ડોર મતદાર યાદી સુધારણાની કામગીરી હાથ ધરી મતદારોને ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
એન્યુમરેશન ફોર્મનું નાગરિકોને સમજ આપવાની સાથે વિતરણ કરવામાં આવ્યું
04 નવેમ્બરથી હાથ ધરાયેલી આ મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત આંકલાવ તાલુકાના 224 બીએલઓ દ્વારા કુલ 2,31,013 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે, આમ 100 % ફોર્મનું વિતરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આણંદ જિલ્લાના 7 વિધાનસભા મતદાર વિભાગના બુથ લેવલ ઓફિસર દ્વારા તેમના વિસ્તારોમાં ઘરે ઘરે જઈને એન્યુમરેશન ફોર્મનું નાગરિકોને સમજ આપવાની સાથે વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં ખંભાત વિધાનસભા મત વિસ્તારમાં 99.94 ટકા, બોરસદ વિધાનસભા મત વિસ્તારમાં 94.34 ટકા ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે.













