આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં આવેલા જોષીકુવા ગામે યોજાયેલી ગ્રામસભામાં ગટરના ગંભીર પ્રશ્નને લઈને ભારે હોબાળો થયો હતો. મામલો એટલો બીચક્યો કે ગામના બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હતી. જેના પગલે ગ્રામસભાને મોકૂફ રાખવાની ફરજ પડી હતી. ગામમાં ગટર લાઇનના પ્રશ્ન બાબતે વિવાદ થયો હતો. લાંબા સમયથી ઉકેલાયા ન હોય તેવા આ પ્રશ્ને ગ્રામજનોમાં રોષ હતો.


ઉગ્ર બોલાચાલી થતા બે પક્ષો વચ્ચે ઝપાઝપી

ગ્રામસભા શરૂ થતાં જ ગટરના પ્રશ્નને લઈને ઉગ્ર ચર્ચાઓ શરૂ થઈ અને બે પક્ષો વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હતી. બોલાચાલી દરમિયાન પરિસ્થિતિ વણસી હતી. ઉગ્ર બોલાચાલીએ હાથાપાઈનું સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે ગ્રામસભામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મામલો બીચકતા અને વધુ ઝઘડો ન થાય તે માટે ગ્રામસભાને મોકૂફ રાખવામાં આવી હતી.

સમગ્ર મામલો આંકલાવ પોલીસ મથકે પહોંચ્યો

પોલીસ સ્ટેશને પહોંચ્યો મામલો: ગ્રામસભામાં થયેલો આ સમગ્ર હોબાળો અને ઝઘડો આંકલાવ પોલીસ મથકે પહોંચ્યો છે. બંને પક્ષોના ટોળાં પોલીસ સ્ટેશને એકઠા થયા હતા. પોલીસે બંને પક્ષોના ટોળાંને શાંત પાડીને સમગ્ર મામલે કાયદેસરની તજવીજ હાથ ધરી છે, જેથી ગામની શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે.


  • Follow us on: