આણંદ જિલ્લાના બોરસદથી મોટા સમાચાર સામે આવ્યા છે.વિદેશમાં હ્યુમન ટ્રાફિકિંગ કરનારા તત્વોની ચૂંગાલમાં ફસાયેલી બોરસદની બે સગી બહેનોને ઓપરેશન મહીસાગર 2.0 હેઠળ સફળતાપૂર્વક બચાવી લેવામાં આવી છે.ભારત સરકાર અને વિદેશી એજન્સીઓના સંકલનથી આ ઓપરેશન પાર પાડી બંને યુવતીઓની વતન વાપસી કરાવવામાં આવી છે.


ભારતીય દૂતાવાસ અને એજન્સીઓનું સફળ સંકલન

બોરસદની આ બંને દીકરીઓ થાઈલેન્ડ અને લાઓસ સરહદે હ્યુમન ટ્રાફિકિંગના નેટવર્કમાં ફસાઈ ગઈ હતી.જેમને છોડાવવા માટે ખાસ ઓપરેશન હાથ ધરાયું હતું. ભારત સરકારના વિદેશ મંત્રાલય, ભારતીય દૂતાવાસ અને સુરક્ષા એજન્સીઓના જબરદસ્ત સંકલનને કારણે આ આંતરરાષ્ટ્રીય રેસ્ક્યુ ઓપરેશન સફળ રહ્યું છે. દીકરીઓ સુરક્ષિત રીતે ઘરે પરત ફરતા જ આણંદના સાંસદ મિતેષભાઈ પટેલે તાત્કાલિક દીકરીઓના પરિવારની મુલાકાત લીધી હતી. તેમણે કેન્દ્ર સરકાર તરફથી મળેલી મદદ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

દીકરીઓ સુરક્ષિત વતન પરત ફરતા ખુશીનો માહોલ

વિદેશની ધરતી પર મોત અને મુશ્કેલીના મુખમાંથી દીકરીઓ હેમખેમ પાછી આવતા પરિવારજનોની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા.દીકરીઓની સુરક્ષિત વતન વાપસીથી સમગ્ર બોરસદ પંથકમાં અને પરિવારમાં દીવાળી જેવો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.વાલીઓએ ભારત સરકાર અને વિદેશ મંત્રાલયનો આભાર માન્યો હતો.


આ પણ વાંચોઃ Air India Plane Crash: એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના તપાસ રિપોર્ટમાં વિલંબ કેમ? AAIBએ જણાવ્યુ કારણ


  • Follow us on: