ગુજરાતમાં દિવાળીનો તહેવાર નજીક હોવાથી પોલીસ સક્રિય થઈ ગઈ છે. ચોરીની ઘટનાઓ અને ખિસ્સા કાતરૂઓને કાબુમાં રાખવા માટે પોલીસે પેટ્રોલિંગ શરૂ કર્યું છે. આ ઉપરાંત રાજ્યમાં પાડોશી રાજ્યોમાંથી આવતા દારૂના જથ્થાને રોકવા માટે પણ કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લા પોલીસે ગુજરાત રાજસ્થાન બોર્ડર પર કડક તપાસ શરૂ કરી છે.
વાહનોની તપાસ શરૂ કરવામાં આવી
જિલ્લા પોલીસ વડા મનહરસિંહ જાડેજાએ કહ્યું હતું કે,દિવાળીના તહેવાર પહેલા અરવલ્લી જિલ્લા પોલીસ એક્શનમાં આવી ગઈ છે. ગુજરાત રાજસ્થાન બોર્ડર પર પોલીસે કડક તપાસ શરૂ કરી છે. જિલ્લાની 20 જેટલી ચેકપોસ્ટ પર પોલીસે તપાસ શરૂ કરી છે. દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ સક્રિય થઈ ગઈ છે. આ ચેકપોસ્ટ પરથી પસાર થતાં વાહનોની તપાસ શરૂ કરવામાં આવી છે.













