સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોને સલામત સવારીની સાથે સાથે સ્વચ્છ સવારી પુરી પાડવાના ઉદેશ્ય સાથે રાજ્યના તમામ ૩૩ એસ.ટી. ડેપોમાં એસ.ટી.બસની વ્યવસ્થિત અને ઝડપી સફાઇ થાય તે માટે ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે. જેમાં કચ્છનાં આઠ એસ.ટી.ડેપોનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં ભુજ, અંજાર અને માંડવીમાં ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે, જ્યારે નખત્રાણામાં હાલે ઇન્સ્ટોલ કરવાનું કામ ચાલુ છે. આગામી દિવસોમાં ક્રમશ ઃ અન્ય ડેપોમાં ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન ઇન્સ્ટોલ કરવામાં આવશે.


8 ST ડેપોમાં ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન ઈન્સ્ટોલ કરાશે

આ બાબતે એસટીના વિભાગીય નિયામક એન.એસ. પટેલે જણાવ્યું હતું કે, એસ.ટી.નિગમ દ્વારા રાજ્યના ૩૩ જીલ્લાઓનાં એસ.ટી.ડેપોમાં એસ.ટી.બસની સફાઇ માટે ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન ઇન્સ્ટોલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં કચ્છનાં આઠ ડેપોનો પણ સમાવેશ થાય છે. આ આઠ પૈકી અત્યાર સુધીમાં ત્રણ ડેપોમાં આ ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે. જ્યારે નખત્રાણામાં ઇન્સ્ટોલેશનની કામગીરી ચાલી રહી છે. આ ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીનની કિંમત રૂ. ૧૪ લાખથી વધુની છે. તે જોતાં કચ્છમાં આઠ એસ.ટી. ડેપોમાં રૂ. ૧.૧૨ કરોડનાં ખર્ચે ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન ઇન્સ્ટોલ કરવામાં આવશે.

માત્ર ૫થી ૭ મિનીટમાં જ એસ.ટી. બસની સફાઇ કરી શકાશે

કચ્છમાં ભુજ સહિત જે આઠ એસ.ટી. ડેપોમાં ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે, ત્યારે મશીન દ્વારા મુખ્યત્વે સ્લીપર બસ, એક્સપ્રેસ બસ, વોલ્વો બસ અને મીની બસની સફાઇ કરવામાં આવશે. જેમાં બસનો આગળનો ભાગ, પાછળનો ભાગ, બંન્ને સાઇડનો ભાગ, છતના ભાગની સફાઇ અને તે પણ માત્ર ૫થી ૭ મિનીટમાં જ કરી શકાશે. જેના કારણે મુસાફરોને સલામત સવારીની સાથે સાથે સ્વચ્છ સવારીનો પણ લાભ મળી રહેશે.

ભુજ, અંજાર અને માંડવી એસ.ટી. ડેપોમાં મશીનો કાર્યરત

દિવસ અને રાત મુસાફરોને તેમની મંજીલ સુધી પહોંચાડવા માટે દોડતી એસ.ટી. બસોની સ્વચ્છતાને ધ્યાને લઇને એસ.ટી. નિગમ દ્વારા રાજ્યનાં ૩૩ જીલ્લાઓમાં ઓટોમેટિક વ્હીકલ વાશિંગ મશીન ઇન્સ્ટોલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કચ્છમાં અત્યાર સુધીમાં ભુજ, અંજાર અને માંડવીમાં આ ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીન ઇન્સ્ટોલ કરી પણ દેવામાં આવ્યા છે, અને આ મશીનના માધ્યમથી સ્લીપર, એક્સપ્રેસ, વોલ્વો તેમજ મીની બસ સહિતની તમામ બસોની સફાઇ પણ શરૂ કરી દેવામાં આવી છે.

મુસાફરોની સુવિધામાં વધારો કરતી વોલ્વો, સ્લીપર બસ

ગુજરાત રાજ્યના એસ.ટી. નિગમ દ્વારા એસ.ટી. બસમાં મુસાફરી કરતાં નાગરિકોની સલામતી માટે હંમેશા પ્રાથમિક્તા આપવામાં આવી છે. એટલું જ નહીં સુવિધાસભર બસો મળી રહે તે માટે મોટાભાગની બસોને નવી મુકી દેવામાં આવી છે. જેના કારણે મુસાફરોને હવે વોલ્વો, સ્લીપર સહિતની એસ.ટી.બસોનો લાભ મળી રહ્યો છે, ત્યારે હવે સલામત સવારીની સાથે સાથે સ્વચ્છ સવારી પણ નાગરિકોને મળી રહે તે માટે રૂ.૧૪ લાખથી વધુ કિંમતનું ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે. જેને કારણે મુસાફરોને સ્વચ્છ મુસાફરીનો લાભ પણ મળી રહ્યો છે.

  • Follow us on: