બનાસકાંઠામાં આજે રેલવે ટ્રેક પર એક મોટી દુર્ઘટના થતા થતા ટળી ગઈ હતી. દિયોદર નજીક માલગાડીના 10 જેટલા ડબ્બા અચાનક એન્જિનથી છૂટા પડી જતાં રેલવે તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. આ ઘટના દિયોદરના ધનકવાડા ગામ નજીક બની હતી. પાલનપુરથી ગાંધીધામ તરફ જઈ રહેલી એક માલગાડી જ્યારે ધનકવાડા ગામ પાસેના રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહી હતી.
પાલનપુરથી ગાંધીધામ જઈ રહી હતી માલગાડી
તેજ સમયે અચાનક કોઈક ટેકનિકલ ખામી સર્જાતા માલગાડીના લગભગ 10 ડબ્બા એન્જિનથી અલગ થઈને પાછળ છૂટા પડી ગયા હતા. ડબ્બા છૂટા પડ્યાની જાણ થતાં જ માલગાડીના ડ્રાઈવર દ્વારા તાત્કાલિક ગાડીને રોકી દેવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.













