બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાની એક દુઃખદ સામે આવી છે. જેમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલા એક યુવકનો પગ લપસી જતાં તે પુલ નીચેના ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો. જેના કારણે તેનું કરુણ મોત નિપજ્યું હતુ. મૃતક યુવકની ઓળખ થતાં જાણવા મળ્યું હતુ કે તે ડીસાનો રહેવાસી હતો. 28 વર્ષીય મુકેશભાઈ માળી દશામાના તહેવાર નિમિત્તે પોતાના પરિવાર અને મિત્રો સાથે દાંતીવાડા ડેમના પુલ નીચેની ધરામાં મૂર્તિ પધરાવવા ગયો હતો.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દાંતીવાડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો













