રાજ્યમાં ઠેરઠેર ખાતર અછત અને ભાવ વધારાને લઈને ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લો કૃષી અને પશુપાલન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે ત્યારે ખાતરની અછત જો ત્યાં વરતાય તો ખેડૂતોની સ્થિતિ કથળી શકે છે. બનાસકાંઠામાં ધાનેરાના MLAએ ખાતરની અછત મુદ્દે CMને પત્ર લખી રજૂઆત કરી છે. ખાતરની ઘટ પુરી કરવા MLA માવજી દેસાઈએ પત્ર લખી ખેડૂતોની સ્થિતિ અંગે જાણ કરી છે. MLAએ CM, કૃષિ મંત્રી સહિત ઇફકો ચેરમેનને પત્ર લખી રજૂઆત કરી છે.


CM, કૃષિ મંત્રી સહિત ઇફકો ચેરમેનને પત્ર લખી રજૂઆત કરી

બનાસકાંઠા જિલ્લામા ખાતરની અછત મામલે ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્રને રજૂઆત કરી છે. ધારાસભ્ય માવજી દેસાઈએ મુખ્યમંત્રી, કૃષિમંત્રી સહીત ઇફકો ચેરમેન દિલીપ સંઘાણીને પત્ર લખીને રજૂઆત કરી હતી કે, જિલ્લામાં વાવેતર સમયે જ યુરિયા ખાતર ન મળતા ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. બનાસકાંઠામાં સારો વરસાદ થયો હોવાના કારણે ખેડૂતો વાવણીની તૈયારી કરી રહ્યા છે ત્યારે યુરીયા ખાતરની ઘટથી ખેડૂતો ખાતર લેવા માટે દરદર ભટકી રહ્યા છે. માટે યુરીયા ખાતરની અછત દૂર કરવામાં આવે તેવી લેખીત રજૂઆત કરી છે.

વાવેતર સમયે ખાતર ન મળતા ખેડૂતોને હાલાકી

ધારાસભ્ય માવજી દેસાઈએ કરી રજુઆત કરી છે કે, ખાતર કંપનીઓ દ્વારા વિક્રેતા અને મંડળીઓને ખાતરની સાથે સાથે નેનો યુરિયા ખાતરની કીટ આપી રહ્યા છે. જે ખેડૂતો લેવા માટે તૈયાર નથી. જેથી ખેડૂતો અને ખાતર વિક્રેતાઓની વચ્ચે સંઘર્ષ થવાના બનાવો જોવા મળી રહ્યા છે. વાવેતર સમયે ખાતર ન મળતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

  • Follow us on: