રાજ્યમાં ખાતરની અછતને લઈને ઘણી સમસ્યાઓ થઈ રહી છે પરંતુ તેને દૂર કરવા માટેના નક્કર પગલાં લેવામાં આવતા નથી ત્યારે બનાસકાંઠામાં અમીરગઢના ખેડૂતોએ ખાતરની અછત બાબતે મામલતદાર કચેરી ખાતે આવેદન આપી રજૂઆત કરી છે. ખાતરની અછતનો રી સર્વે ઝડપી પૂરો કરવા ખેડૂતો માગ કરી રહ્યા છે. આ સાથે ખેડૂતોએ ખાતરમાં ભાવ વધારો તથા રેતી ખનન મુદ્દે પણ રજૂઆત કરી છે.


ખાતરની અછત અને ભાવ વધારાને લઈને ખેડૂતોનો વિરોધ

અમીરગઢ તાલુકાના ખેડૂતોએ મામલતદાર કચેરીએ રજૂઆત કરી છે કે, ખાતરની અછતનો રી સર્વે પૂરો કરવો, ખાતર ભાવ વધારો ઘટાડવો તથા રેતી ખનનને કામગીરીને અટકાવવામાં આવે તેવી માંગણી કરી છે. વાવણી કરવાના સમયે ખાતરની અછતને લઇ ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. વરસાદથી ઉનાળુ પાકોને થયેલા નુકસાનને લઈને સહાય આપવાની માગ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.

રી સર્વે ઝડપથી પૂરો કરવામાં આવે

અમીરગઢ તાલુકાના કિસાન સંઘના હોદ્દેદારો અને ખેડૂતોએ અમીરગઢ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે, વાવણી સમયે ખાતરની અછતથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે તથા વરસાદથી ઉનાળુ પાકને નુકસાન સામે સહાયની માગણી કરી છે. ખેડૂતોને ખેતીને લગતાં પાયાના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવામાં આવે તેવી માગ કરી છે.  

  • Follow us on: