જેમાં બનાસકાંઠા જિલ્લામાં રહેતા તમામ પક્ષકારોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળેલ હતો. આ લોક અદાલતમાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને અધ્યક્ષ કુ. શુભદા બક્ષી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, બનાસકાંઠાના સઘન પ્રયત્નોથી સમગ્ર જિલ્લામાં પ્રી-લીટીગેશનનાં ટ્રાફીક ચલણનાં કુલઃ ૩૫૨૦ કેસો મળી, પ્રી-લિટીગેશનમાં કુલ ૪૪૦૭ કેસો સેટલ થયેલ, જેમાં કુલ રૂ. ૫,૯૦,૯૫,૧૦૮/- (અંકે રૂપિયા પાંચ કરોડ નેવુ લાખ પંચાણુ હજાર એકસો આઠ પુરા) નું સેટલમેન્ટ થયું હતું.
બનાસકાંઠા જિલ્લાની તમામ કોર્ટોમાં ચાલુ કેસો 4129નો નિકાલ થયો
બનાસકાંઠા જિલ્લાની તમામ કોર્ટોમાં ચાલુ કેસો કુલ ૪૧૨૯ કેસોનો નિકાલ થયેલ, જેમાં કુલ રુા.૨૧, ૮૯,૪૮,૬૯૦/(અંકે રુપિયા એકવીસ કરોડ નેવ્યાસી લાખ અડતાલીશ હજાર છસ્સો નેવુ પુરા)નું સેટલમેન્ટ થયું હતું જયારે મોટર અકસ્માત વળતરના કુલ ૪૮ કેસોમાં સમાધાન થતાં, કુલ રુા.૪,૨૧,૬૬,૦૦૦/(અંકે રુપિયા ચાર કરોડ એકવીસ લાખ છાસઠ હજાર પુરા) સેટલમેન્ટ થયેલ હતા.













