બનાસકાંઠામાં એક અઠવાડિયા અગાઉ ભારે વરસાદ વરસ્યો હતો અને ભારે વરસાદ વરસવાના કારણે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે, બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ સુઈગામ તાલુકો અતિ ભારે વરસાદના કારણે અનેક ગામો અને રસ્તાઓ વરસાદી પાણીથી જળબંબાકાર બન્યા છે.


સોસાયટીના રહીશોને ચાલવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો

સમગ્ર વિસ્તારમાં વરસાદે વિરામ લીધાને 6 દિવસ વીતી ગયા પરંતુ હજી સુધી વરસાદી પાણી ઓસર્યા નથી ત્યારે થરાદ -મીઠા હાઇવે રોડ ઉપર હજુ પણ બે ફૂટથી વધુ વરસાદી પાણી ભરાયેલા છે અને રસ્તો બંધ હોવાના કારણે અનેક વાહન ચાલકો રાહદારીઓ અને આજુબાજુમાં રહેતા સોસાયટીના રહીશોને ચાલવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.

વરસાદી પાણીમાંથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે

વરસાદે વિરામ લીધાને છ દિવસ વીતી ગયા પરંતુ હજી થરાદની સરકારી કોલેજ આદર્શ શાળા સહિતની શાળાઓમાં પાણીનાં ગરકાવમાં સરકારી અને વાણિજ્ય કોલેજ મોડલ સ્કૂલ આદર્શ નિવાસ શાળા કન્યા છાત્રાલય તમામ બંધ હજુ બે અઢી ફૂટ પાણી હોવાના કારણે શાળાઓ અને કોલેજો બંધ છે અને વરસાદ ના પાણી ભરાયા તેને આજે દસ દસ દિવસ વિતી ગયા છે પાણી ભરાયેલા હોવાના કારણે શૈક્ષણિક કાર્ય બંધ છે આજુબાજુના સોસાયટીઓમાં રોગચાળો થવાની ભીતિ સિવાય રહી છે જોકે તંત્ર દ્વારા પાણી નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ વધુ પાણી હોવાના કારણે જીવના જોખમે વરસાદી પાણીમાંથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે.

  • Follow us on: