સરકારના મહેસુલ વિભાગના તા. ૨૧/૧૦/૨૦૨૩ તથા તા. ૧૦/૦૩/૨૦૨૫ના જાહેરનામા અન્વયે, બનાસકાંઠા ડિવિઝનના પાલનપુર શહેરમાં મિલકત તબદીલી માટે અશાંત ધારા હેઠળ જરૂરિયાત મુજબ મંજૂરી લેવાની ફરજીયાત છે.


સિંગલ વિન્ડો સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી

આ અનુસંધાને, મામલતદાર કચેરી પાલનપુર (શહેર) ખાતે સિંગલ વિન્ડો સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. જેમાં અરજદારોની સુવિધા અને ઝડપી કામગીરીના હેતુસર નીચે મુજબની પ્રક્રિયા અમલમાં છે. અશાંતધારાની અરજીઓ કચેરીના સામાન્ય કાર્યકાળ દરમિયાન સ્વીકારવામાં આવે છે. મિલકત વેચનાર અને ખરીદનાર બંને પક્ષોની રૂબરૂ હાજરીમાં નિવેદન લેવાનું કાર્ય દર સોમવાર અને ગુરૂવારે કરવામાં આવશે.

સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પાલનપુર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું

અરજીઓની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મંજૂરીયુક્ત હુકમ દર ગુરૂવારે સિંગલ વિન્ડો સિસ્ટમ ખાતેથી અરજીદારોને સુપ્રત કરવામાં આવશે. પાલનપુર શહેરની તમામ જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, તેઓએ મિલકત તબદીલી સંબંધિત અરજી યોગ્ય સમય મર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે તેમ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પાલનપુર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે. 

  • Follow us on: