બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ પાસેથી પસાર થતી બનાસ નદી પર વર્ષો જૂનો પુલ બનાવેલો છે. જેમાં તંત્ર દ્રારા એક વાર પણ સાર સંભાળ લેવામાં આવી નથી અને જો કોઈ બનાવ બનશે તો જવાબદારી તંત્રની રહેશે, સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા કામગીરી સંપૂર્ણ રીતે નથી કરાતી અને બ્રિજની દેખરેખ પણ નથી કરાતી


છેલ્લા કેટલાય સમયથી આ પુલ નર્કગાર સ્થિતિ જોવા મળી રહ્યો છે

બનાસનદી અમીરગઢ તાલુકા માંથી પસાર થઈ દાતીવાડા ડેમને મળે છે, જોકે આ બનાસ નદી પર અમીરગઢ તાલુકાના વેપારી મથક ઈકબાલગઢ થી રાજસ્થાન જોડતો વર્ષો જૂનો અંદાજે 500 મીટર લાંબો પુલ છે જોકે આ પુલ પરથી દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં વાહન ચાલકો પસાર થાય છે, જેમાં અમીરગઢ તાલુકાના 45 જેટલા ગામડાઓના વાહન ચાલકો પણ આ પુલ પરથી પસાર કરી અમીરગઢ તાલુકામાં તેમજ વેપારી મથક ઈકબાલગઢમાં આવતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ પુલ નર્કગાર સ્થિતિ જોવા મળી રહ્યો છે. આ પુલ પર ખાડા પડી જવાના કારણે પુલ ઉપરથી પસાર થતા લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

અમીરગઢ તાલુકા 45 જેટલા ગામડાના લોકો 500 મીટરના પુલ પરથી ભયના માહોલમાં પસાર થાય છે

ઉલ્લેખનીય છે કે અહીંથી પસાર થતા અમીરગઢ તાલુકા 45 જેટલા ગામડાના લોકો 500 મીટરના પુલ પરથી ભયના માહોલમાં પસાર થાય છે. જોકે લોકોનું કહેવું છે કે વાહન ચલાવતી સમયે બાજુમાંથી કોઈ મોટું ટ્રક નીકળે તો પુલ આખો વાઇબ્રેશન મારવા લાગે છે જેના કારણે અહીંથી ચાલુ ખૂબ જ મુશ્કેલી જનક છે. દિવસ દરમિયાન બે થી ત્રણ વાર આ પુલ પરથી વાહન લઇ પસાર થઈતો ખાડાના કારણે વાહનનું એલાઈમેન્ટ પણ ખસી જાય છે, જોકે નઘરોળ તંત્રની બેદરકારીઓને કારણે કોઈ દિવસ આ પુલ પર મોટી ઘટના સર્જાય તો જવાબદારી કોની રહેશે તેના ઉપર એક મોટો સવાલ છે.

 

  • Follow us on: