પાલનપુર-અમદાવાદ હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત. ધાનેરાથી અમદાવાદ જતી એસટી બસે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. આ ગંભીર અકસ્માતમાં બાઈક પર સવાર બે વ્યક્તિમાંથી એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બીજી વ્યક્તી ઈજાગ્રસ્ત થયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી. ત્યાર બાદ પોલીસે બસ ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતદેહ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો













