બનાસકાંઠામાં કેમિકલની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ છે. વાહન ચેકિંગ દરમિયાન થરાદની ખોડા ચેકપોસ્ટ પરથી 42 લાખનો દારૂ પકડાયો છે. પોલીસે કેમિકલના ટેન્કરમાંથી દારૂ ઝડપી પાડ્યો છે. રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. પોલીસે કુલ 53 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો છે. આ સાથે એક આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


 કેમિકલની આડમાં દારૂની હેરાફેરી

થરાદના ખોડા ચેક પોસ્ટ પરથી વાહન ચેકીંગ દરમ્યાન કેમિકલના ટેન્કરમાં લાખો રૂપિયાના વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપી પાડ્યો છે.રાજસ્થાનથી ગુજરાતના ગાંધીધામમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઘુસાડતો શખ્સ ઇસ્લામખાન સુરતાનખાન (મુસ્લિમ) રાજસ્થાન ટેન્કર સાથે ઝડપી પાડ્યો છે. ટેન્કરમાં દારૂ અને બિયરની 9560 બોટલો 42 લાખ અને ટેન્કર 10 લાખ અને મોબાઇલ સહિત રૂ.53 લાખથી વધુના મુદ્દામાલ ઝડપી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે કુલ 53 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો

આમ ખોડા ચેક પોસ્ટ પર બુટલેગર અવનવી યુક્તિઓ કરી રાજસ્થાનથી ગુજરાત લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઘુસાડતા પોલીસની બાજ નજરમાં ઝડપાઈ ગયા છે. પોલીસે કુલ 53 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો છે. આરોપીની ધરપકડ કરી છે. આરોપી આ દારૂનો જથ્થો ક્યા આપવાનો હતો અને કોણે મંગાવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.

  • Follow us on: