પશ્ચિમ રેલવે તથા મધ્ય રેલવેના મહાપ્રબંધક ધર્મ વીર મીણાએ અમદાવાદ મંડળના પાલનપુર-સાબરમતી સેક્શનનું નિરીક્ષણ કર્યું અને સાબરમતી, પાલનપુર અને કલોલ સ્ટેશનો પર ચાલી રહેલા પુનર્વિકાસ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું.


સુરક્ષા ધોરણો અનુસાર પાલનપુર-મહેસાણા સેક્સનનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યું

નિરીક્ષણ દરમિયાન, મીણાએ સુરક્ષા અને સંરક્ષા, ઇન્ફ્રાસ્ટ્ર્કચરલ કાર્ય, સ્ટેશન પર મુસાફરોની સુવિધાઓ અને અન્ય વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન, મહાપ્રબંધકની સાથે મંડળ રેલ પ્રબંધક અમદાવાદ શ્રી સુધીર કુમાર શર્મા અને અમદાવાદ મંડળના શાખા અધિકારીઓ પણ હાજર હતા. મહાપ્રબંધક ધર્મ વીર મીણાએ પાલનપુરથી સાબરમતીની વચ્ચે રેલવે ટ્રેક, લેવલ ક્રોસિંગ, મહત્વપૂર્ણ અને નાના પુલો, પોઈન્ટ્સ, સેક્શનમાં કર્વ્સ, ક્રોસિંગ અને સુરક્ષા ધોરણો અનુસાર પાલનપુર-મહેસાણા સેક્સનનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યું.

સાબરમતી સ્ટેશનોના પુનર્વિકાસ કાર્યોનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યું

સેક્શનમાં તેમણે સંબંધિત અધિકારીઓ સાથે વિવિધ સલામતી પાસાઓની સમીક્ષા કરી હતી. પાલનપુર અને સાબરમતી રેલવે સ્ટેશનો પર માસ્ટર કેબિન, રનિંગ રૂમ મેનેજમેન્ટ સિસ્ટમ અને ARME સ્કેલ, બુકિંગ કાઉન્ટર, ફૂટ ઓવર બ્રિજ, પ્લેટફોર્મ સહિત વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યોનું નિરીક્ષણ કર્યું. તેમના નિરીક્ષણ દરમિયાન, મહાપ્રબંધકે અમૃત સ્ટેશન યોજના હેઠળ વિકસાવવામાં આવી રહેલા પાલનપુર, કલોલ અને સાબરમતી સ્ટેશનોના પુનર્વિકાસ કાર્યોનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યું હતું. 

  • Follow us on: