બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પીંપળા વાળી વાવની સીમમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. અહીં એક મહિલાની ઝાડ પર લટકતી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં ભય અને આશ્ચર્યનો માહોલ ફેલાયો છે. પ્રાથમિક દૃષ્ટિએ આ ઘટના આત્મહત્યા હોવાનું લાગી રહ્યું છે.
ઝાડ ઉપર મહિલાની લટકતી લાશ જોવા મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર
પરંતુ પોલીસ દ્વારા તપાસ બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. આ ઘટના અંગેની જાણ સ્થાનિકો દ્વારા તાત્કાલિક દાંતા પોલીસને કરવામાં આવી હતી. માહિતી મળતા જ દાંતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને લાશને નીચે ઉતારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતક મહિલાની ઓળખ કરીને તેમના પરિવારજનોને આ દુર્ઘટના અંગે જાણ કરી હતી. પોલીસ દ્વારા હાલ આ મામલે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.













