બનાસકાંઠાના મહત્વપૂર્ણ દાંતીવાડા ડેમમાંથી સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. શિયાળુ સીઝન સમયે જ કેનાલમાં પાણી છોડાતા ડેમ આધારિત ખેતી કરતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. આ નિર્ણયથી કુલ 110 ગામોના ખેડૂતોને સીધો ફાયદો થશે.


કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડાતા ખેડૂતોમાં ખુશી

જેમાં બનાસકાંઠા જિલ્લાના 61 ગામો અને પાટણ જિલ્લાના 49 ગામોને સિંચાઈ માટેનું પાણી ઉપલબ્ધ થશે. લાંબા સમયથી પાણીની રાહ જોઈ રહેલા ખેડૂતો હવે ઉત્સાહભેર શિયાળુ પાકની વાવણીની કામગીરી શરૂ કરી શકશે. કેનાલમાં પાણી આવતાની સાથે જ ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.


  • Follow us on: