બનાસકાંઠામાં અસામાજિક તત્વો સામે પોલીસે કાર્યવાહી કરી છે. દુકાનમાં તોડફોડ કરનારા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીને સાથે રાખીને પોલીસે જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો. ટાઈમ સ્ક્વેર કોમ્પલેક્સમાં કાર ચડાવી દઈને તોડફોડ કરી હતી. પોલીસે આરોપી આર્યન પઢિયારને જાહેરમાં માફી મગાવી હતી.


સલુનમાં કાર ચડાવી દઈને તોડફોડ કરી આતંક મચાવ્યો

બનાસકાંઠાના પાલનપુરમાં અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. ગઈકાલે પાલનપુર હાઈવે વિસ્તારમાં એક અસામાજિક તત્વએ ટાઈમ સ્ક્વેર કોમ્પલેક્સમાં સ્થિત એક સલુનમાં કાર ચડાવી દઈને તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. એરોમા સર્કલ પાસે આ ઘટના બનતા લોકોમાં ભય ફેલાયો હતો. આતંક મચાવનાર આર્યન પઢિયારને પકડવા પોલીસ સક્રિય થઈ ગઈ હતી.

પોલીસે આરોપી આર્યન પઢિયાયર પાસે મંગાવી માફી

પોલીસે આર્યન પઢિયારને પકડીને તેને જાહેરમાં લાવી હતી. ઘટના સ્થળે લઈ જઈને આર્યન પઢિયારને કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસે તેની પાસે જાહેરમાં માફી મંગાવી હતી. આર્યન પઢિયારે મચાવેલા આતંકનો વીડિયો વાયરલ થયા બાદ પાલનપુર પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસ જ્યારે તેને રિકન્સ્ટ્રક્શન માટે જાહેરમાં લાવી ત્યારે આરોપીને જોવા માટે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા.


  • Follow us on: