મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગ્રીન ટેક્નોલોજી થકી મજબૂત અને ઇકો-ફ્રેડલી રોડ-ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણની દિશામાં રાજ્ય સરકારની નવતર પહેલ, ભરૂચના માર્ગોને વધુ મજબૂત અને પર્યાવરણ-મિત્ર બનાવવા માટે બે મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરાયા છે.


સરભાણ રોડ પ્લાસ્ટિક વેસ્ટ ઉમેરી બનાવાઈ રહ્યો છે

રોડ રિસાઇક્લિંગ: ભરૂચમાં જૂના રોડના જ ડામર – કપચીનો ઉપયોગ કરી નવો રોડ બનાવવાનો સફળ પ્રયાસ, બાંધકામના સમયમાં 50% સુધીનો ઘટાડો થયો છે, જંબુસર તાલુકાથી ટંકારી થઈ દેવલા ગામને જોડતા રસ્તાનું પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગ્રીન ટેકનોલોજીથી નિર્માણ પ્રગતિમાં, ભરૂચમાં 14.70 કિલોમીટર લાંબા પાલેજ-ઇખર-સરભાણ રોડ પ્લાસ્ટિક વેસ્ટ ઉમેરી બનાવાઈ રહ્યો છે.

રોડ જલદી ભાંગે નહીં તે માટે બિટ્યુમિનસ કોન્ક્રીટના મિશ્રણમાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભરૂચના માર્ગોને વધુ મજબૂત અને પર્યાવરણને અનુકૂળ બનાવવા માટે બે મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ્સમાં ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને જૂના મટિરિયલ્સમાંથી જ નવો રોડ બનાવીને રોડ રિસાઇક્લિંગ અને બિટ્યુમિનસ કોન્ક્રીટના મિશ્રણમાં પ્લાસ્ટિક કચરાનો ઉપયોગ એમ બે નવતર પહેલ સામેલ છે.

ઘણા મીઠાના વાહનો આ રસ્તા પરથી પસાર થાય છે

માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગ્રીન ટેકનોલોજીના આધારે રસ્તા નિર્માણ માટે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાથી ટંકારી થઈ દેવલા ગામને જોડતા રસ્તાને પાઇલોટ પ્રોજેક્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. આ રસ્તો બલ્ક ડ્રગ પાર્ક અને મીઠાના અગરિયા વિસ્તાર માટે મુખ્ય જોડાણ માર્ગ હોવાથી તેનું મહત્ત્વ વિશેષ છે. આ માર્ગ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાથી ટંકારી થઇ દેવલા ગામને જોડે છે. તેમજ રસ્તા પર આવતાં અન્ય ગામો જેવાં કે કલક, ડોલિયા, ટંકારી, કપુરિયા, દેવલા વગેરે ગામોને ઉપયોગમાં આવે છે. આ રસ્તો જીઆઈડીસી દ્વારા ઠાકોર તલાવડી ગામ નજીક જંબુસરથી વિકસાવવામાં આવેલા બલ્ક ડ્રગ પાર્કનો મુખ્ય જોડાણ માર્ગ પણ છે. તદુપરાંત તે દેવલા નજીકના મીઠા અગરિયાની ખેતી વિસ્તારને પણ જોડે છે, તેથી ઘણા મીઠાના વાહનો આ રસ્તા પરથી પસાર થાય છે.

રસ્તાનું આયુષ્ય વધે છે અને ઓછો મેઈન્ટેનન્સ ખર્ચ આવે છે

26 ડિસેમ્બર, 2024ના રોજ રૂ. 50 કરોડની વહીવટી મંજૂરી સાથે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે અને માર્ચ 2026 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. દેવલા ગામ પાસે મિલિંગ અને સિમેન્ટ સ્ટેબિલાઈઝેશનની કામગીરી પ્રગતિ હેઠળ છે. ગ્રીન ટેકનોલોજી પદ્ધતિથી માર્ગ નિર્માણના મુખ્ય ફાયદાઓ એ છે કે, બાંધકામના સમયમાં 50% સુધીનો ઘટાડો થાય છે. હાલના મટિરિયલને રિસાઇકલ કરવામાં આવતું હોવાથી નવી સામગ્રીનો ઉપયોગ ઘટાડી શકાય છે, જે પર્યાવરણ માટે ફાયદાકારક છે. કેમિકલી સ્ટેબિલાઇઝ્ડ બેઝના કારણે રોડ પર ખાડા પડવાની શક્યતા ઘટી જાય છે, જેનાથી રસ્તાનું આયુષ્ય વધે છે અને ઓછો મેઈન્ટેનન્સ ખર્ચ આવે છે.

રોડ રિસાઇક્લિંગ

સામાન્ય રીતે, જ્યારે જૂનો રસ્તો ખરાબ થાય છે, ત્યારે તેને ખોદીને કાઢી નાખવામાં આવે છે અને પછી નવી માટી, કાંકરી, કપચી વગેરે જેવી નવી સામગ્રી લાવીને તેના પર નવો રસ્તો બનાવવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઘણો કચરો ઉત્પન્ન થાય છે અને નવી સામગ્રી મેળવવા માટે કુદરતી સંસાધનોનો (જેમ કે પથ્થરો માટે ખાણકામ) ઉપયોગ કરવો પડે છે.

ગ્રીન ટેક્નોલોજી (રોડ રિસાઇક્લિંગ) કેવી રીતે કામ કરે છે?

ગ્રીન ટેક્નોલોજી, જેને ઇન-સીટુ રિસાઇક્લિંગ (In-Situ Recycling) અથવા ફૂલ ડેપ્થ રેકલેમેશન (Full Depth Reclamation - FDR) પણ કહેવામાં આવે છે, તે એક ઇકો-ફ્રેન્ડલી અને કરકસરયુક્ત પદ્ધતિ છે. આમાં જૂના રસ્તાના મટિરિયલ્સનો જ ફરીથી ઉપયોગ કરવામાં આવે છે.


  • Follow us on: