ભરૂચના દહેજમાં લૂંટના 2 આરોપીઓની દહેજ પોલીસે ધરપકડ કરી છે. જોલવા ગામે ટાઈગર પ્લાઝા રેસીડેન્સીમાં લૂંટ કરી હતી.આરોપીઓ ઈન્ટરનેટ કેબલનું કામ કરવાના નામે ઘરમાં ઘૂસ્યા હતા.આરોપીઓ 20,000 રોકડા, સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી. આ સમગ્ર મામલે દહેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ટાઈગર પ્લાઝા રેસીડેન્સીમાં લૂંટ કરી
દહેજના જોલવા ગામે આવેલ ટાઈગર પ્લાઝા રેસીડેન્સીના મકાનમાં થયેલી લૂંટનો ગણતરીના કલાકોમાં ભેદ દહેજ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ લૂંટના ગુનામાં બે આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ફૈયાઝ અબ્દુલ ઐયુબ અબદાલ, મહંમદ ફૈયદ હનીફ શેખની ધરપકડ દહેજ પોલીસ કરી છે.
પોલીસે બે આરોપીની ધરપકડ કરી
આ ઘટનામાં આરોપીઓ મહિલાના મકાનમાં ઇન્ટરનેટના કેબલનું કામ કરવા આવ્યા તેવું કહીને ઘરમાં ઘૂસી લૂંટ કરી હતી.આ સમગ્ર મામાલે દહેજ પોલીસે બે આરોપીના ધરપકડ કરી લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો છે. આરોપીઓ 20,000 રોકડા અને સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી. આ મામલે દહેજ પોલીસમાં ફરિયાદ થતા પોલીસે ફૈયાઝ અબ્દુલ ઐયુબ અબદાલ, મહંમદ ફૈયદ હનીફ શેખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.