ભરૂચ મનરેગા કૌભાંડ કેસમાં ચાર આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા 5 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે. ભરૂચમાં ચકચારી મનરેગા કૌભાંડ કેસમાં વધુ એક મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે.આ કેસમાં ધરપકડ કરાયેલા ચાર આરોપીઓના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતા ચાર દિવસના રિમાન્ડ આપ્યા હતા.
ચાર આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા 5 દિવસના રિમાન્ડ
ભરૂચ જિલ્લામાં સામે આવેલ મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના નેતા હીરા જોટવા અને ઓપરેટર રાકેશ ટેલરની અટકાયત કરવામાં આવ્યા બાદ કોર્ટે 6 દિવસમાં રિમાન્ડ આપ્યા હતા.જે બાદ હીરા જોટવાના પુત્ર દિગ્વિજય જોટવાની સંડોવણી હોવાનું સામે આવતા તેની પણ અટકાયત કર્યા બાદ સમગ્ર કૌભાંડમાં જલારામ એન્ટરપ્રાઈઝના પિયુષ નુકાણી,મુરલીધર એન્ટરપ્રાઈઝના જોધા સંભાડ અને ગ્રાઉન્ડ લેવલ કામગીરી સાચવનાર ગીર સોમનાથના શરમન સોલંકી પણ સંડોવણી સામે આવતા તેઓની પણ અટકાયત કરવામાં આવી હતી.જે બાદ આરોપીઓને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તબીબી મેડિકલ તપાસ બાદ હવે આ તમામ આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ આપ્યા હતા.
ભરૂચ મનરેગા કૌભાંડ પોલીસની કાર્યવાહી
અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ એક પછી એક નામો સામે આવી રહ્યા છે જેની પોલીસ દ્વારા ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.ત્યારે મનરેગા કૌભાંડમાં ક્યાં મોટા રાજકીય નેતા અને અધિકારીઓના નામ ખુલે છે તેવી ચર્ચાઓએ હાલ તો જોર પકડ્યું છે.