શહેરમાં રખડતા ઢોરોના ત્રાસને રોકવા માટે જંબુસર નગરપાલિકા દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.તાજેતરમાં બે દિવસ અગાઉ એક વિદ્યાર્થી પર રખડતા ઢોરે હુમલો કર્યો હતો. જેને કારણે નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું. આ ઘટના બાદ નગરપાલિકાના કર્મચારીઓએ શહેરભરમાંથી રખડતા પશુઓને પકડવાની કામગીરી શરૂ કરી દીધી હતી. આ કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં નગરપાલિકાએ ચાર જેટલા રખડતા ઢોરને પકડીને પાંજરાપોળ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા.


પાલિકાના નિર્ણયને લઈ ઢોર માલિકોમાં ફફડાટ

નગરપાલિકા દ્વારા કરવામાં આવતી આ કાર્યવાહીના કારણે ઢોર માલિકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. રખડતા ઢોર અંગે નગરપાલિકાએ સ્પષ્ટ પણે ચેતવણી આપી હતી કે, જો હવે કોઈ ઢોર માલિક પોતાના પશુને જાહેર જગ્યાઓ પર રખડતા છોડશે તો આ રખડતા તમામ ઢોરોને પાંજરે પુરી દેવામાં આવશે જેની પશુપાલકોએ ખાસ નોંધ લેવી. શહેરમાં રખડતા ઢોરોને કારણે અવાર-નવાર અકસ્માતો સર્જાતા હોય છે.

લોકોને રખડતા ઢોરોથી થતી હાલાકીનો આવશે અંત 

અવાર-નવાર લોકો પર રખડતા ઢોરોનો હુમલો થતો હોય છે. સ્થાનિકો પર રખડતા ઢોરોની વધતી જતી ઘટનાને લઈ હવે પાલિકા તંત્ર જાગ્યુ છે. હવે રખડતા ઢોર સામે તંત્રએ લાલ આંખ કરતા ઢોર માલિકોમાં ફફડાટ ફેલાયો છે. આ ઉપરાંત સ્થાનકોને આશા છે કે પાલિકા દ્વારા લેવાયેલા આ નિર્ણયથી લોકોને રખડતા ઢોરથી હવે રાહત મળશે. 

  • Follow us on: