ભરૂચમાં શંકાસ્પદ કેમિકલ વેસ્ટની બેગો મળી આવી છે. મોદી પાર્ક પાસે કેમિકલ વેસ્ટની બેગો મળી આવી છે. બેગો પર દહેજની ટેગ્રોસ કેમિકલ કંપનીનો ટેગ મારેલો છે. કેમિકલ બેગો અંગે નપાએ GPCBને જાણ કરી હતી. કેમિકલ જોખમી હશે તો GPCB કાર્યવાહી કરશે. ભરૂચ શહેરના મોદી પાર્ક પાસે શંકાસ્પદ કેમિકલ વેસ્ટની બેગો મળી આવતાં ખળભળાટ મચતા પાલિકા તંત્ર દોડતું થયું છે.


ભરૂચમાં શંકાસ્પદ કેમિકલ વેસ્ટની બેગો મળી 

ભરૂચ શહેરના મોદી પાર્કથી ભારતી રો હાઉસ તરફ જવાના મુખ્ય માર્ગ પાસે શંકાસ્પદ કેમિકલ વેસ્ટના બેગોના થપ્પા મળી આવ્યા છે. શહેરમાં પ્રથમવાર ખુલ્લી જગ્યાએ કેમિકલ વેસ્ટ જોવા મળતાં તંત્ર દોડતું થયું છે. આ ઘટનાની જાણ નગરપાલિકા અધિકારીઓને થતા તાત્કાલિક પાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ પોતાની ટીમ સાથે દોડી આવ્યા હતા અને સ્થળની તપાસ શરૂ કરવામાં આવી હતી. વિશેષ વાત એ રહી કે મળેલા બેગ પર દહેજની ટેગ્રોસ કેમિકલ ઈન્ડિયા લિમિટેડ કંપનીના ટેગ ચોંટાડેલા હતા.

બેગ પર દહેજની ટેગ્રોસ કેમિકલ કંપનીના ટેગ ચોંટાડેલા

આ બાબતે નગરપાલિકા દ્વારા તરત જ જીપીસીબી (GPCB) ને જાણ કરવામાં આવી હતી. હાલમાં જીપીસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે કે આ કેમિકલ પદાર્થ માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કે નહીં. જો તે ઝેરી કે જોખમભર્યો સાબિત થાય તો સંબંધિત કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે આ માર્ગે રોજ હજારો લોકોનો અવરજવર રહે છે અને આવા અસામાજિક તત્વો દ્વારા ખુલ્લા વિસ્તારોમાં કેમિકલ વેસ્ટ નાંખવામાં આવે તો લોકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ શકે છે.


  • Follow us on: