ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીનું રાજકારણ ગરમાયું છે. ચૂંટણીને લઈ ભાજપના બે દિગ્ગજો આમને-સામને આવ્યા છે. અરુણસિંહ રાણાએ પાર્ટી વિરુદ્ધ ઉમેદવારો ઉતાર્યા છે. વિકાસ પેનલમાં 12 ઉમેદવારોને ચૂંટણીમાં ઉતાર્યા છે. દૂધધારકો,પશુપાલકોની માગને લઇ પેનલ ઉતારી છે. ઘનશ્યામ પટેલ, અરુણસિંહ રાણા, મહેશ વસાવા વચ્ચે જંગ જામ્યો છે.


દૂધધારા ડેરીની ચૂંટણી

ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે.ચૂંટણીમાં ભાજપના જ બે દિગ્ગજો આમને સામને થતા સહકારી માળખાનું રાજકારણ ગરમાયું છે. ભાજપ દ્વારા 15 મેન્ડેટ જાહેર કરાયા છે. 12 મેન્ડેન્ટ ઘનશ્યામ પટેલ તરફી તો ૩ મેન્ડેન્ટ અરૂણસિંહ રણા તરફી જાહેર કરાયા છે. અરૂણસિંહ રણા તરફી પ્રકાશ દેસાઈ, સંજયસિંહ રાજ અને શાંતાબેન પટેલને ભાજપે મેન્ડેટ આપ્યા છે.

 ભાજપના બે દિગ્ગજો આમને-સામને આવ્યા

અરૂણસિંહ રણાએ પાર્ટી વિરુધ્ધ જઈ વિકાસ પેનલમાં 12 ઉમેદવારોને ઉતાર્યા ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. ઘનશ્યામ પટેલ, અરૂણસિંહ રણા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની પેનલો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. દૂધ ધારકો અને પશુપાલકોની માંગને લઈને અરૂણસિંહ રણાએ ચૂંટણી જંગમાં પેનલ ઉતારી છે.


  • Follow us on: