ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદને લઈને વહીવટી તંત્ર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.આ મસ્જિદ રાષ્ટ્રીય સંરક્ષિત સ્મારક હોવાથી ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા એક કડક જાહેરનામું બહાર પાડીને નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.જે અંતર્ગત પોલીસ અને ભારતીય પુરાતત્વ વિભાગની સૂચનાઓનું પાલન કરવું હવેથી દરેક માટે ફરજિયાત રહેશે.
મસ્જિદમાં સ્ટ્રક્ચરમાં કોઈપણ ફેરફાર પર સંપૂર્ણ પ્રતિબંધ
ભરૂચ જિલ્લા કલેક્ટરના જાહેરનામા પ્રમાણે મસ્જિદની આસપાસ કે અંદર સ્મારકને નુકસાન પહોંચાડે તેવી કોઈપણ પ્રવૃત્તિ કરવા પર રોક લગાવવામાં આવી છે.જો કોઈ પણ વ્યક્તિ આ જાહેરનામાના નિયમોનો ભંગ કરશે, તો તેની સામે પોલીસ અધિનિયમ અને પુરાતત્વના કાયદા હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.આ સંરક્ષિત સ્મારકના મૂળ માળખામાં કોઈપણ પ્રકારની છેડછાડ કે ફેરફાર કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.













