ભાવનગરમાં પાણી ભરેલા ખાડામાં 3 બાળકો ડૂબતા 2 બાળકોના મોત થયા છે. જ્યારે એક બાળકની હાલત ગંભીર છે. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. ઘોઘા ખાતે આવેલ આડી સડક પાસે બની રહેલા પાણીના ટાંકાની બાજુમાં પાણી ભરેલા ખાડામાં ત્રણ બાળકો ડૂબ્યા હતા. ત્રણ બાળકોમાંથી બે બાળકોના મોત થયા છે, જ્યારે એકની હાલત ગંભીર હોવાથી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યુ છે.
ઘોઘામાં 3 બાળકો ડૂબતા 2 બાળકોના મોત













