ભાવનગરના બાડી ગામે પાવર પ્લાન્ટમાં વિકરાળ આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. 500 મેગાવોટ પાવર સ્ટેશનમાં ભીષણ આગ હતી. આગ લાગવાની જાણ ફાયર વિભાગને કરતા તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. 3 ફાયર ફાયટર દ્વારા આગ પર કાબૂ મેળવાયો છે. હજુ આગ લાગવાનું કારણ અકબંધ છે.


પાવર પ્લાન્ટમાં આગ લાગી

બાડી ગામે આવેલા પડવા પાવર પ્લાન્ટમાં વિકરાળ આગ લાગવાની ઘટના સામે આવી હતી.આ આગની ઘટનામાં અસંખ્ય કબૂતરોના મોત થયા છે. આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડા દેખાયા હતા. આગની ઘટનાની જાણ થતા ભાવનગર, તળાજા અને પાડવા ફાયર વિભાગ ટીમ સાથે મળીને ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

આગમાં કબુતરોના મોત થયા

પાવર પ્લાન્ટના યુનિટ 1ના 0 મીટર ટર્બાઇનમાં આગ લાગી હતી. લાખોનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ફાયર વિભાગે ભારે જહેમત પછી આગ પર કાબુ લીધો હતો. 500 મેગાવોટ પાવર સ્ટેશનમાં લાગેલી આ આગમાં ઘણા બધા કબુતોરના મોત થયા છે.


  • Follow us on: