ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહ્યો છે. રખડતા ઢોરે મહિલા પર હુમલો કરતા જીવ માંડ માંડ બચ્યો હતો. સ્વપ્નસુષ્ટિ સોસાયટીમાં મહિલા પર હુમલો કરતા આજુબાજુના લોકો એકઠા થઇ જતા મહિલાનો જીવ બચાવ્યો હતો. સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે કે રખડતા ઢોરોને ઝડપથી ડબ્બે પુરવામાં આવે. આ રખડતા ઢોરના આતંકના CCTV ફૂટેજ સામે આવ્યા છે.


ભાવનગરમાં રખડતા ઢોરનો આંતક

શહેરમાં રખડતા ઢોરનો આંતક યથાવત રહ્યો છે.સ્વપ્નસુષ્ટિ સોસાયટીમાં રખડતા ઢોરે મહિલાની પાછળ દોડી અડફેટે લેતા મહિલા જમીન પર પટકાયા હતા. આજુબાજુના લોકોએ મહિલાને રખડતા ઢોરના આ ત્રાસથી મહિલાને બચાવી હતી. રખડતા ઢોરને ડબ્બે પુરવા માટે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે. વારંવાર આવી ઘટના બનતા સ્થાનિકો માં ભયનો માહોલ છવાયો છે.

રખડતા ઢોરે મહિલાને અડફેટે લીધી

ભાવનગરના ટોપ થ્રી સર્કલ વિસ્તારમાં આવેલ સ્વપ્ન સુષ્ટિ સોસાયટીમાં રખડતા ઢોર એ એક મહિલાને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઢોરની અડફેટથી મહિલાનો જીવ માંડ માંડ બચ્યો હતો. રખડતા ઢોરે મહિલાની પાછળ દોડી અડફેટે લેતા મહિલા જમીન પર પટકાયા હતા.આ રખડતા ઢોરના આતંકના CCTV ફૂટેજ સામે આવ્યા છે.


  • Follow us on: