ભાવનગરમાં ભારે વરસાદથી સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. તો બીજી તરફ, જર્જરિત મકાનમાં રહેતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે. કારણ કે ભારે વરસાદના કારણે જૂનામ મકાનો પોકળ થઇ રહ્યા છે. અને તૂટી પડવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. આવો એક બનાવ આનંદનગરમાં બન્યો છે. જેમાં એક મકાન ધરાશાયી થયુ છે. મકાન તૂટવાની ઘટનામાં કોઇ જાનહાનિ નથી થઇ. પરંતુ સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.


મકાન ધરાશાયી થતા લોકોમાં ભય

ભાવનગરના આનંદનગર વિસ્તારમાં મકાન ધરાશાયી થતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે. તેઓએ તંત્ર પાસે કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાઉસિંગ બોર્ડના મકાનો લાંબા સમયથી ખાલી પડ્યા છે. અને જર્જરીત હાલતમાં દેખાઇ રહ્યા છે. એક મકાન અચાનક ધરાશાયી થતા હવે તંત્ર ઝડપથી કોઇ કામગીરી કરે તે અંગે રજૂઆત કરવામાં આવી રહી છે. તંત્રને જર્જરીત હાલમાં દેખાતા મકાન હટાવવા માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. પરંતુ તંત્રની બેદરકારી સામે આવી છે. અને મકાન તૂટી પડ્યુ હતુ.

ભાવનગરમાં વરસાદી કહેર

રાજ્યનો સૌથી વધુ વરસાદ હાલ ભાવનગર પંથકમાં જોવા મળી રહ્યો છે. કારણ કે ચોમાસાની શરૂઆતમાં જ અહીં રસ્તાઓ પાણી-પાણી થયા છે. રસ્તાઓ પર હોડીઓ દેખાઇ રહી છે. વાહન વ્યવહાર ખોરવાયો છે. સ્થાનિકોનું જીવન અસ્ત વ્યસ્ત થયુ છે. બજારો અને રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા છે. ખેતરોમાં જળાશય જેવી સ્થિતિ દેખાઇ છે. અને પાકને મોટું નુકસાન પહોંચ્યુ છે. જેના કારણે ખેડૂતો દુઃખી થયા છે.

  • Follow us on: