ભાવનગરના મહુવામાં યુવક ડૂબ્યો હોવાની ઘટના સામે આવી છે. કોટડામાં ગણેશ વિસર્જન વખતે યુવક ડૂબ્યો હતો. વિશાલ પાંચાભાઇ નામનો આ વ્યક્તિ ગણેશ વિસર્જન વખતે દરિયામાં ડૂબ્યો હતો. યુવક ડૂબવાના સમાચાર મળતાની સાથે જ સ્થાનિક તરવૈયાઓએ તેને શોધવાના પ્રયત્નો શરૂ કરી દીધા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. તરવૈયાઓ દ્વારા મૃતદેહ શોધખોળની કામરાગી હાથ ધરવામાં આવી છે.


વિશાલ પાંચાભાઇ નામનો વ્યક્તિ વિસર્જન વખતે દરિયામાં ડૂબ્યો

મહુવા નજીકના કોટડામાં યુવકના ડૂબવાનો બનાવ બન્યો હતો. જેમાં વિશાલ પાંચાભાઈ નામનો યુવક ગણેશ વિસર્જન માટે આવ્યો હતો. ઊંચા ઉછળતા દરિયાના મોજામાં ગણપતિ વિસર્જન કરવા આવેલા લોકો પૈકી આ યુવક દરિયાના મોજા સાથે તણાઈ ગયો હતો. આ ઘટના બનતા જ લોકોમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે મરણ જનાર વિશાલભાઈ પાંચાભાઇ પોતાના પરિવાર સાથે ગણેશ વિસર્જન માટે અહિંયા આવ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક યૂવકની શોધખોળ આદરી

તેમજ પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી ગુમ થયેલા યુવકની શોધખોળ હાથ ધરી હતી. ગણપતિ વિસર્જન સમયે આવી ઘટના બનતા લોકોની ખુશીઓ શોકમાં ફેરવાયો છે. તેમજ લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો છે. આ ઘટનાની પરિવારને જાણ થતા પરિવારમાં પણ ગમગીની છવાઈ છે. હાલ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે.


  • Follow us on: