ભાવનગર- સોમનાથ નેશનલ હાઈવે ઉપર અકસ્માતની ઘટના સામે આવી છે. ખાનગી એમ્બ્યુલન્સ ચાલકે લોકોને અડફેટે લીધા છે. રોડની સાઈડમાં ઊભા રહેલા શ્રમિકોને અડફેટે લીધા છે. આ સમગ્ર અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટનામાં એમ્બ્યુલન્સ બે લોકોને હવામાં ફંગોળ્યા છે. બાજુમાં રહેલી મહિલાઓનો બચાવ થયો છે. જોકે અકસ્માત બાદ એમ્બ્યુલન્સ ચાલક ફરાર થઈ ગયો છે.
ભાવનગર- સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માત













