ભાવનગર શહેરમાં મંત્રેશ કોમ્પ્લેક્ષ અને મોટા શીતળા માતાના મંદિર વચ્ચે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. બે બાઈક સામસામે અથડાતા આ અકસ્માતમાં એક વૃદ્ધનું મોત થયું છે જ્યારે ત્રણ યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બે ટુ-વ્હીલર બાઈક એકબીજા સાથે ધડાકાભેર અથડાઈ હતી.
2 બાઈક સામસામે અથડાતા સર્જાયો અકસ્માત
ટક્કર એટલી જોરદાર હતી કે એક બાઈકનું હેન્ડલ વળી ગયું હતું અને ટાયર પણ છૂટું પડી ગયું હતું. આ ગંભીર અકસ્માતમાં ખોડાભાઈ બારૈયા નામના વૃદ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. અકસ્માતમાં અન્ય એક બાઈક પર સવાર ત્રણ યુવકો સચિન બારૈયા, પ્રેમભાઈ ડુંગરિયા અને પ્રિન્સભાઈ મકવાણા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.













