ભાવનગરમાં બેફામ બનેલા લુખ્ખા તત્વ સામે પોલીસે કાર્યવાહી કરી છે, કાપડના વેપારીને છરી બતાવી માંગી હતી ખંડણી અને તેમાં ગુનો નોંધાયો હતો. જે જગ્યાએ ખંડણી માગી તે જગ્યાએ પોલીસ આરોપીને લઈ ગઈ અને રિ-કન્ટ્રકશન કર્યુ હતુ, ખંડણીની ના પાડતા વેપારીને જાનથી મારી નાખવાની આપી હતી ધમકી.
ભાવનગરમાં વેપારીને જાનથી મારી નાખવાની આપી હતી ધમકી
ભાવનગરમાં કાપડના વેપારીને મારી નાખવાની ધમકી લુખ્ખાઓએ આપી હતી અને તે દરમિયાન વેપારીએ પોલીસને જાણ કરી હતી, વેપારીની ફરિયાદના આધારે તપાસ પણ કરાઈ અને 2 આરોપીને પોલીસે ઝડપી પાડયા છે, સમગ્ર ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી તેમને કાયદાનો પાઠ પણ ભણાવ્યો છે અને આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિ-કન્ટ્રકશન કરાવ્યું હતુ, મહત્વનું છે કે, આસપાસના લોકો પણ ખુશ થઈ ગયા હતા કેમકે, જે વિસ્તારના દાદા હતા તેમને જ પોલીસે જાહેરમાં માફી પણ મંગાવી હતી.













